કર લો દુનિયા મૂઠ્ઠી મેં..

એક જાહેરાત આવતી હતી “કર લો દુનિયા મુઠ્ઠીમેં” .

સાચ્ચે જ્… એક ચાર ઈંચના મોબાઈલમાં આખી દુનિયા ખિસ્સામાં સમાઈ ગઈ.
વીસ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૮ માં ગુગલમહારાજનો જન્મ થયો ત્યારે એને સપનેય ખ્યાલ નહીં હોય કે જુવાનીમાં પગ મુકતાં પહેલાં જ ઈશ્વર તરીકે પ્રસ્થાપિત થઈ જશે.

આજના આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સવાળા હાઈલી ઇલેક્ટ્રોનીક જમાનામાં ગુગલ ભગવાનથી બિલકુલ કમ નથી એમ ચોક્કસથી કહી શકાય ..!!!
ઈનફેક્ટ ભગવાનને પુછેલા સવાલનો જવાબ મળતા કદાચ વાર લાગે કે ના પણ મળે પણ ગુગલ દેવ અચૂક અને ત્વરિત રીપ્લાય આપે ..આપે અને આપે જ …!

ત્યારબાદ ૨૦૦૪ માં માત્ર ઓગણીસ વર્ષના એક છોકરાએ એના મિત્રો સાથે ટચમાં રહેવા એક એપ બનાવ્યુ, અને એ ફેસબુકની આખી દુનિયા ગુલામ બની ગઈ.
ક્યારેક તો સમજવુ મુશ્કેલ થઈ જાય છે કે આપણે ફેસબુક ચલાવીએ છીએ કે ફેસબુક આપણને ચલાવે છે. કેટલીય જાતની આપણી માહિતિ/વિચારો આપણે ફેસબુકમાં શેર કરતાં હોઈએ છીએ.

આ ફેસબુક આવતાં આપણે ૫૦ શબ્દોથી લઈને ૧૫૦૦ શબ્દો સુધી લખાણ વધુ વાંચતા થયા અને ૫૦ થી ૧૫૦૦ પેઈજની બુક્સ વાંચતા ઓછા થઈ ગયા.
લગભગ બે મહિના પહેલા એક મિત્રે એક બુક બહુ સ્ટ્રોંગ્લી રીકમેન્ડ કરી હતી.

“Everybody Lies: Big Data, New Data, and What the Internet Can Tell Us About Who We Really Are”. written by Seth Stephens.

માંડ માંડ એ બુક વાંચવાની શરુ કરી, ઈન્ગ્લીશ સાથે ટચ છુટતો જાય છે માટે પુરી કરતાં વાર પણ બહુ લાગી. જોકે શરુ કર્યા પછી પુરી ના થાય ત્યા સુધી ચેન ના પડે એવી એ બુક છે.

સ્ટીફનના કહેવા મુજબ બધા જ જુઠ બોલે છે, સત્યવાદી કે માત્ર સાચુ જ બોલવું એ એક તુત છે. દુનિયાની તમામ વ્યક્તિ જુઠ બોલે જ છે,છેતરે છે. છુપાવે છે, ડૉળ કરે છે.

બધા જ આવી ગયા એમાં….હા એ બધા સાથે ના હોય કે દરેકના પોતાના સંબધો પ્રમાણે એની માત્રામાં વધઘટ હોઈ શકે. લેટ્સ બી ઓનેસ્ટ..!આપણે બધા જ જીવતા જાગતા માણસો છીએ , કયારેક ખુશ હોઈએ છીએ તો ક્યારેક ઉદાસ, દુખી, હર્ટ થયેલા, માનસિક તુટેલા, ક્યારેક એકલા પડી ગયા હોય તો ક્યારેક કન્ફ્યુઝ હોઈએ જ છીએ. દર મીનીટે દર પળે આપણો મૂડ બદલાય છે.
પણ કોઈ પુછે કે કેમ છો?? તો આપણે એક સ્ટાન્ડર્ડ જવાબ આપીએ છીએ કે આયમ ફાઈન..કે પછી મઝામાં . આ એક મોટુ જુઠ છે પણ સત્ય હોય એમ એકસેપ્ટ થઈ ગયું છે કારણકે આપણે જાણીએ છીએ કે આપણી તકલીફોનો ચિતાર લેવા આ સવાલ નથી પુછાયો. વળી આપણે આપણું દર્દ આપણી તકલીફ કે આપણી ભુલોનું પ્રદર્શન થાય એમ પણ નથી જ ઈચ્છતા.

બધાને પોતાની ઑળખ સરસ,સાલસ,મહેનતું,ઈમાનદાર વ્યક્તિની જ જોઈએ છે.કોણ પોતાની જાતને લુચ્ચી,દગાખોર,સ્વાર્થી, કોઈનો દુરુપયોગ કરનારી તરીખે ઓળખાવાનું પસંદ કરે?? કોઈ જ નહીં ને?? અહી આપણે રોજબરોજ જુઠૂ બોલી લેતા હોઈશું.

બુકના ૫૩-૫૪ નંબરના પેઈજ પર સ્ટીફન લખે છે કે તમે જુઠૂ બોલશો જ એની ખાતરી છે પણ ઈન્ટરનેટ(ગુગલ-ફેસબુક-ટવીટર-ઈન્સ્ટા એન્ડ ઑલ્ નહી બોલે.
(ઈન્ટરનેટ હૅશટૅગ# પોપ્યુલર છે એ યાદ કરો. )

આવનાર યુગમાં ઈન્ટરનેટ ઑલમાઈટી સમાન કે એનાથી પણ આગળ ગણાશે.
તમે ગમે તે કરશો એના પર ગુગલ સર્ચ બાર ની નજર છે જ…એને ૩૩ કરોડ દેવતાની જરુર નથી..બસ તમે કંઈ પણ ટાઈપ કરો છે એની સાથે એ એલર્ટ હોય જ છે.

તમે મેપ્સ ઓન રાખો અને પછી જુઓ ગુગલ મહારાજનો કમાલ.
તમે જ્યાં જ્યાં જાવ એ બધી જ જગ્યાઓ ,એની આસપાસની ફેમસ પ્લેસ, એવરી થીંગ ની માહિતિ ગુગલ સ્ટોર કરી લે છે, અને આ સ્માર્ટ ફોન તમને તમારી ટુરનો હિસાબ એક ટચ માં જ આપી દે છે.

અને હા…
તમે તમારા ઈન્સ્ટ્રુમેન્ટમાંથી કોઈ પણ સર્ચ કે ડીટેઈલ ડીલીટ કરી શકો પણ ગુગલમાંથી નહીં. આજે જગતભરમાં દર સેકન્ડે મિલિયન લોકો કશુંક ને કશુંક શોધવા ગુગલ પર ક્લિક કરે છે અને એનાથી ગુગલને દર સેકન્ડે મિલિયન રુપિયાની આવક…જી આવી જ ઈન્કમ ફેસબુકને પણ થાય છે, બાકી ઝુકરબર્ગ કંઈ પાગલ નથી કે બિલિયન્સ ડોલર વોટ્સ એપ ખરીદવા પાછળ ખર્ચે.

ભલે કડવું લાગે પણ એ સત્ય છે કે ગુગલ આજે આપણી જિંદગી સાથે એ હદે વણાઈ ગયું છે કે દરેક નાની મોટી વાતે આપણે ગુગલની સેવાઓનો લાભ ઓલમોસ્ટ લેતા જ રહીએ છીએ અને ભલે ખબર હોય કે કદાચ જવાબ નહિ મળે કે ખોટો મળશે તો પણ એકવાર તો હું ને તમે બધા જ ગુગલ પર સર્ચ કરી જ લઈએ છીએ …આઈ મીન ગુગલ ને પૂછી લઈએ છીએ ..!!

અચાનક બહાર જમવાનો પ્રોગ્રામ બની ગયો, અને આસપાસમાં નવી રેસ્ટોરન્ટ વિષે જાણવું છે. નો પ્રોબ્લેમ..!! નાખો ગુગલમાં, ગુગલ મહારાજ રેસ્ટોરન્ટના મેન્યુ અને રીવ્યુ સાથે હાજર થઈ જશે.અરે કોઈ ફિલ્મ જોવી છે કે પછી પરીવારમાં જન્મેલા નાના બાળકનું નવું નામ પાડવું છે તો કરો ગુગલ..!!

અરે કોઈ પરીક્ષાલક્ષી સવાલ હોય કે ટેક્સેશનની મુંઝવણ હોય્…કે કોઈ નાની મોટી બિમારી, આપણે પહેલાં જ ગુગલ કરવા ટેવાઈ ગયા છીએ, યે ગુગલ ના હુઆ કોઈ ભગવાન હો ગયા. યેસ.. ઓલમાઈટીથી ખુબ નજીકનું સ્થાન લઈ લીધુ ગુગલ મહારાજે.( આપણા જેવા અતિ ધાર્મિક દેશમાં ક્યાક ગુગલનું મંદિર પણ હશે, જવુ હોય એણે ગુગલ કરી લેવું)

આજકાલ સીનારિયો એવો છે કે સોમાંથી પંચાણુ પેશન્ટ ડોકટર પાસે જાય એ પહેલા ગુગલ કરીને પોતાને શું થયું છે એનું અનુમાન કરી લીધુ હોય, ડોકટર નિદાન કરે એ પહેલા પેશન્ટની ધાણીની જેમ ફુટતી જુબાનના પગલે ડોકટર કહી દે કે ગુગલ કરીને આવ્યા છો? એની પાસે જ પ્રિશ્ક્રિપ્શન લખાવી લીધુ હોત તો..?? મારી ક્યાં જરુર જ છે??
આવી જ દશા ચાર્ટડ એકાઉન્ટન્ટસની છે…આવનાર દરેક ક્લાયન્ટ ગુગલ પાસેથી ‘ટેક્સ ગુરુ’ બનીને જ આવે ..!!
આપણે એને ‘ગુગલ ફલુ’ થી ઓળખીએ છીએ જ..!

અજાણી જગ્યાએ પહોંચવું છે અને કોઈને પુછવું નથી તો છે ને ગુગલમેપ્સ…!!
આપણા દેશમાં મેપ્સ એટલાં એક્યુરેટ નથી જેટલા અમેરિકા અને યુરોપમાં મેં જોયા.ત્યાં કોઈ કોઈને રસ્તો પુછે જ નહીં, અડ્રેસ મેપ્સમાં નાખો એટલે તમારા ડેસ્ટીનેશન પર પહોચાડવાની બધી જવાબદારી ગુગલમેપ્સની..!! ક્યાં કેટલો ટ્રાફીક નડશે, તમારી કારની સ્પીડ પરથી અંદાજીત સમય પણ કેટલો પરફેક્ટ આપે.અરે ટૉલ રોડ હોય તો ટૉલફ્રી રોડ પર જવું છે કે પૅ કરશો એ પણ ઓપ્શન ગુગલ પુછી લે.

અને ગુગલ પણ દૂધ માંગો તો ખીર પીરસે એની જેમ એકસાથે અનેકો જવાબ તમારી સમક્ષ હાજર કરી દે છે , પૂરી ઈમાનદારી અને કશું જ છુપાવ્યા વગર .!! ગુગલ પર સર્ચ કરતા કરતા સ્થતિ એવી બની ગઈ છે કે આપને ગુગલને ચલાવીએ છીએ કે ગુગલ આપણને એ નક્કી નથી થતું …!!

બુકનો સેકન્ડ પાર્ટ બુકનું હાર્દ છે.( મારી દ્રશ્ટીએ હો.)
આ પાર્ટમાં ઈન્ટરનેટના આ બીગ ડેટા આપણી ડે ટુ ડે લાઈફમાં ક્યાં ક્યાં અસરકારક છે એ બતાવે છે. દા.ત લોકોને શેમાં રસ છે?? ડેટા ફ્રોમ પોર્ન સાઈટ્સ અને બીજુ ઘણુ બધું. વૉલમાર્ટ જેવા મોટા ચેઈન ઓફ સ્ટોર બીગ ડેટા વાપરી વેપાર કરી લેતા હોય છે.

ફેસબુક પર ફૅક આઈ ડી સંદર્ભે કેટલીય પોસ્ટ અવાર નવાર જોવા મળે છે.

માબાપ ને ખબર નહીં હોય કે એમનું બાળક ગે કે લેસ્બિયન છે ..પતિ કે પત્નીને ખબર નહી હોય કે એમનું સ્પાઊઝ ગે કે લેસ્બિયન છે (interested in both) પણ ઝુકરબર્ગને તો ખબર જ હશે કે હુ ઈઝ ધીઝ્?

એટલે તો ગુગલની પેટાકંપની આલ્ફાબેટના સીઈઓ એરિક કહે છે કે ‘ અમે જાણીએ છીએ કે તમે કોણ છો ? શું કરો છો ? શું શોખ છે ? અત્યારે ક્યા છો ? શું વિચારો છો ? અમારી પાસે તમારા દરેક સવાલના જવાબ છે “ એરિક તો એનાથી પણ આગળ વધીને કહે છે કે આવનારા વર્ષોમાં ગુગલ તમને એ પણ કહી દેશે કે આજે રજા છે તો તમારે શું કરવું જોઈએ થવા કઈ નોકરી માટે એપ્લાય કરવું તમારા માટે વધુ સારું છે – વગેરે વગેરે ..!

ફાઈનલ પાર્ટ નાનો છે પણ મસ્ત છે.
બીગ ડેટાની સાઈડ ઈફેક્ટસ બતાવી છે.
આપણે ટાઈપ કરીએ એ બધા શબ્દો બીગ ડેટા બની જાય છે ગુગલ માટે.
ટ્ર્મ્પ અને ઓબામા પર પણ રીમાર્ક મમળાવવા જેવી લખી છે એમાં…
પણ…

ઈન્ટરનેટ જાણે છે આપણી વોકલ એબિલિટી, બોડી લેંગ્વેજ વગર આપણા માટે કરેલા જજમેન્ટ ખોટા પડી શકે. અને એટલે જ ઍપલની પેલ ‘ હાય સીરી’ કે પછી સેમસંગની ‘હાય ગેલેક્સી’ નો જન્મ થયો છે.
આજકાલ ‘ અલેક્સા’ પણ ધુમ મચાવી રહી છે.
તમારા અવાજ પરથી તમારી ઇમોશન્સ નક્કી થાય છે..
એટલે જ તો ક્રાઈમ બ્રાન્ચ માં વોઇસ કેટલો અહેમ છે એ વાત મૂવીઝ અને સિરિયલો દ્વારા બચ્ચે બચ્ચો જાણે છે.

આ વાત સાથે આપડે સહમત છીએ હો..

વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સને રીઅલમાં મળીએ પછી કાં તો એક સરસ દોસ્તીની શરુઆત થાય છે કાં તો દોસ્તીનો અંત આવે છે. ક્યારેક કોઈક્ને મળીએ પછી એને અવાર નવાર મળવાનું મન થાય એવું એસેન્સ છોડી જાય તો ક્યારેક કેટલાક જાતે જ કબુલે કે મને એક વાર મળ્યા પછી લોકો ફરી મળવા નથી માગતાં…!!
Its All About Our Personality You khnow…🤣

-rita

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s