હું અંગત રીતે માનુ જ છુ કે દરેક વ્યક્તિ ક્યારેક તો પ્રેમમાં પડે જ છે,અને પડવું જ જોઇએ…પ્રેમ એ એક સરસ લાગણી છે,અરે…દુનિયાની સારામાં સારી ફીલીંગ્સ છે આ પ્રેમ…
વાત છે અમારા ભારતીબેન અને દીલીપભાઈની.

ત્રીસવરસના સફળ લગ્નજીવન પછી એક રોડએક્સીડેન્ટમાં દીલીપભાઈનું સાતેક વર્ષ પહેલાં અવસાન થયેલું. મારો પરિચય આ ભારતીબેન સાથે દીલીપભાઈના અવસાન પછી જ થયેલો. એકલા વળી મારાથી ઉંમરમાં થોડાં મોટા હોવાના લીધે એમનો આગ્રહ રહેતો કે મારે એમના ઘરે મળવા જવું….એમને તમે આવો કહીને આમંત્રણ આપવું નહીં. હું પણ એમની વાત સરઆંખો પર રાખીને એમને ક્યારેક મળી આવતી.

એક-બે મુલાકાતોમાં સમજાયેલુ કે ભારતીબેનને કોઈ બાળકો નથી અને દીલીપભાઈના અવસાન પછી દીલીપભાઈની ચાલુ ફેકટરી તમણે ખુબ સરસ સંભાળી લીધી છે, ફેકટરીનો જે પચાસ-સિતેર માણસોનો સ્ટાફ છે એ જ એમનો પરિવાર…એજ એમના બાળકો.

ભારતીબેન ભારે વાતોડીયા…અડધો કલાક મળવા જનારને પણ એ બે કલાક પોતાની વાતોમાં ગુંચવી રાખે. તેમના અને દીલીપભાઈના લગ્નજીવનનાં સંભારણાં જો ન કહે તો આપણું મળવા ગયેલું સાર્થક ના કહેવાય. આ કપલને ગાવાનો ખુબ શોખ હશે…દર મુલાકાતે ભારતીબેન દીલીપભાઈને ફલાણું ગીત બહું ગમતુમ અને ઢીંકણું ગીત આટલીવાર ગાયેલું કહેતાં જ એ ગીતની લાઈન્સ ગાવા લાગી જાય….તમને ગમે કે ના ગમે…તમને ટાઈમ છે કે નહી એની એ પરવા જ ના કરે…બસ એમને તો ગીત લલકારી લેવાં સાથે જ નિસ્બત…!!

દીલીપભાઈના અવસાન પછી દર વરસે એમની મૃત્યુતિથિના દીવસે એક નાનકડી ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કરી થોડાંક મિત્રો અને ફેક્ટરીના સ્ટાફને જમાડે.

ગયા વર્ષે પહેલીવાર અમને એમની પાર્ટીનું આમંત્રણ એમણે મોક્લ્યું હતું…કોઈ કોમન ફ્રેન્ડ્સને કંપની માટે પુછ્યું હતું તો જવાની સ્પષ્ટ ના ની ભલામણ કરેલી.તેમના કહેવા મુજબ આ બહેન કેરીઓકે પર દીલીપભાઈની પસંદના ગીતો ગાય છે અને એની એજ વાતો કર્યા કરે છે, અનેકવાર સાંભળેલી વાતો સાંભળીને કંટાળૉ આવશે.

છતાં પણ હું એ પાર્ટીમાં ગયેલી…કારણકે …કોઈ આટલો પ્રેમ કેવી રીતે કરી શકે એ વાતનું મને સુખદ આશ્ચર્ય હતું જ, ભારતીબેન જે રીતે એમના દિવંગત પતિની વાતો કર્યા કરતાં એ ભલે લોકો માટે કંટાળાજનક હોય,મારા માટે માનજનક છે જ..!!

અને એમ પણ, પૈસા ખર્ચીને હોટલ્સમાં ખાવા જઈએ છીએ તો આ પાર્ટી કેમ જતી કરવી??(હું એમ પણ ફુડી છું હોં)

એ પાર્ટીમાં અમારી અપેક્ષામુજબ ભારતીબેને એક પછી એક જુના ગીતો લલકાર્યા…દરેક ગીતની પાછળ રહેલી એમની યાદગીરી પણ આનંદથી કહેતા જતા…સીઆઈડી ફિલ્મનું “ઐ દીલ હૈ મુશ્કીલ જીના યહાં…”એ ગીત તો એમણે ચાર-પાંચ વાર ગાયું હતું…કારણકે એ ગીત એમણે દીલીપભાઈના મુખે હજ્જારો વાર સાંભળેલું..!!

પાર્ટીમાંથી વિદાય લઈ ઘરે આવતાં જ મનમાં વિચારો શરું થયાં, આપણાં દુખ તકલાદી હોય તોય આપણને અમથાં પજવે છે.આ જિંદાદિલ બાઈએ થોડીવાર માટે હળવા બનાવી દીધા.ધન્ય એ બહેનને જેમણે દુઃખને પચાવી જઈ સ્મિતને બરકરાર રાખ્યું..!!

આવતીકાલે ફરી એમને ત્યાં આવી પાર્ટી છે… એક મહેમાનને આવતાં રોકવા કહી દીધું કે મારે મંદીરમાં એક હવનમાં જવું પડે એમ છે…..આમ પણ…..કોઈ તીર્થયાત્રાથી કમ ક્યાં છે એ પાર્ટી મારા માટે..!!!

#ritaZmmry

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s