આંબેડકર જયંતી

આજે આંબેડકરજયંતિ….

મારુ નૉલેજ કહે છે ત્યાસુધી આંબેડકરે જ્ઞાતિભેદ મીટાવવા ખુબ કોશિશ કરી હતી…છ્તાપણ મને આજ સુધી સમજાયુ નથી કે મુસ્લિમોની દ્રશ્ટીએ અમે હિન્દુઓ કેવા છીએ..??અને આજના હિન્દુ કેવા છે તેની પણ મને ખબર નથી…!!

વાત ૧૯મી સદીના મધ્યકાળની છે…કાઠીયવાડના ગૉંડલના રાજવી સીમાડામા એક નાનુ ગામ્…જેનુ નામ ‘પાનેલી’

પુંજો વાલજી ઠક્કર નામનો એક હિન્દુ લવાણો આ ગામમા પરિવાર સાથે રહેતો.પુંજાનો પરિવાર ચુસ્ત વૈષ્ણવધર્મી હતો.અંગ્રેજોની ગુલામીના વર્ષોમા પરિવારના રોટલા પુરા કરવા પુંજો વેરાવળ-પોરબંદર જેવા સ્થળેથી સુકી માછલીઓ વેચવાના વેપારમા પડ્યો.

વૈષ્ણવ કુટુંબમા પુંજા જેવો કપાતર પુત્ર પાકે જે માછલાનો વેપલો કરે તે હિન્દુઓને ક્યારેય માન્ય ન હતુ…આવો ધ્ંધો તો મુસ્લિમ્-ખોજાઓ જ કરતા…તે સમયના હિન્દુઓએ પુંજાને ન્યાતબહાર જાહેર કર્યો, સગાવહાલા તથા પડોશીઓ તેની સામુ થૂ થૂ કરતા. આમ તરછોડાયેલો પુંજો ખુબ ગુસ્સામા રહેવા લાગ્યો.

પરિવારના પેટનુ પુરુ કરવાની આટલી મોટી સજાએ તેને ઝનુની બનાવી દીધો અને એક દિવસ આદમજી આગાખાનની મહેરબાની મેળવી ઇસ્લામધર્મ અંગીકાર કરી લીધો..

રઘુવંશી લોહાણો પુંજો દિવસમા બે વાર ઈબાદત કરતો,અને બંધ બારણે તેની પત્ની શ્રીકૃષ્ણ શરણં મમ…ના જાપ કરતી,તહેવારો નિમિત્તના દરેક ઉપવાસ – એકટાંણા કરતી,ગાય-વાછ્ડાનુ પુજન અને તુલસીનુ પુજન તે કયારેય ચુકતી નહી. આવી દોજખભરી જીન્દગી પુંજો લાબુ જીરવી શક્યો નહી . તે સમયના હિન્દુધર્મના વડા વલ્લભકુળના વારસદાર આચાર્યમહારાજ પાસે માફી માગવા પહુચી ગયો.

મહારાજશ્રીએ પુંજાને હિન્દુ ધર્મમા પાછો લેવાની ધરાર ના પાડી દીધી..પુંજો સડક થઈ ગયો.
પુંજાના પશ્ચાતાપમા પ્રેમની સચ્ચાઈ હતી પણ પ્રતિસાદ ના મળતા તેના પરિવારે ધર્મપરિવર્તન સ્વીકારી લીધુ.આ પુંજાને ત્રણ પુત્રો- ગાંગજી,નથ્થુ અને ઝીણીયો…

આ પુંજો વાલજી એટલે બીજુ કોઇ નહી પણ ‘મહમદ અલી ઝીણા’ ના દાદા…

કાશ…..જે તે સમયે આવી કોઇ ધાર્મિક જડતાઓ/ભેદભાવ ના હોત તો આજે પણ ભારત-પાકિસતાન એક હોત્….કાશ્..

-rita

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s