કોરોનાથી ડરોના…

આ વાતનો ભ્રામક પ્રચાર બહુ થયો, છતાંય હકીકત કૈક વેગળી જ છે.
આજના છાપામાં માત્ર ૩૪ વર્ષના યુવાને એને કોરોના થયો હશે એવા ભયના ઓથાર તળે આત્મહત્યા કરી લીધી એવા સમાચાર વાંચ્યા.
કોરોનાથી ડર​વું નહીં એ સાંપ્રત સમયની જરુરીઆત છે, પણ આવી સુફીયાણી વાતોથી કાંઈ થ​વાનું નથી. વધતા જતા આવા આત્મહત્યાના કિસ્સાઓ સુર પુરાવે છે કે કોરોનાએ લોકમાનસમાં ભયંકર હાઊ ઉભો કર્યો છે.
ઈટલી અને ફ્રાન્સમાં કોરોનાનો કહેર ટોપ પર હતો ત્યારે સોશ્યલ મીડીયા પર જાતજાતની વીડીયો ફોરવર્ડ થયેલી. જેમાંથી કેટલીક વીડીયોમાં લોકો રસ્તા પર ચાલતાં ચાલતાં શ્વાસ રુંધાઈ જાય છે અને દમ તોડી દે છે, તો કેટલીક હોસ્પિટલો દર્દીઓથી કેવી રીતે છલકાય છે એ હતું , કેટલીક તો મૌત પછી કેવીરીતે ડેડબોડીનો નિકાલ કરે છે એ બતાવતી હતી. એટલે આમ જોવા જ​ઈએ તો સોશ્યલ મીડીયાએ આપણા દિમાગમાં બોમ્બબ્લાસ્ટ કરીને એના લીરેલીરા ઉડાવી દીધા છે. ટૂંકમાં કોરોના કરતાં કોરોનાના પ્રચારે વાતનું વતેસર કરી નાખ્યું અને બચ​વાના ઉપાયોના બદલે ભયનો પ્રચાર વધી ગયો.

કોરોના થાય પછી દર્દી અને એના સગા ક​ઈ ક​ઈ યાતનામાંથી પસાર થતા હશે એ તો જે તે અનુભ​વી જ કહી શકે, પણ મને લાગે છે
ત્યાંસુધી કોરોનાની મોટી કરુણતા દર્દીની એકલા રહેવાની છે. પશ્ચિમના દેશોમાં તો કોઈ પણ સંજોગોમાં પેશન્ટ સાથે હોસ્પિટલમાં કોઈને રહેવાની છૂટ નથી પણ આપણે ત્યાં તો હોસ્પિટલમાં મેળાવડો જામે સગા-વ્હાલાનો. આપણા બ્રેઈનનું વાયરીંગ જ એવી રીતે થયું છે કે બિમારીમાં સગાવ્હાલા ઈવન દુશ્મન પણ પેશન્ટના ખાટલે આવીને બેસી જાય​, કૈક વધુ પડતી જ વાતો ને ટોળટપ્પનો અવસર એટલે બિમારી એમ સમજનારા આપણને જ્યારે કોરોના થાય તો આઈસોલેશનના નિયમો પાળ​વા બહુ જ અઘરા પડે છે.
સતત ૧૪-૧૫ દિવસો સુધી પરિવાર કે મિત્ર કોઈને પણ મળ​વા પર પ્રતિબંધ આવી જાય​, અરે ડોકટર કે હોસ્પિટલનો સ્ટાફ પણ સ્પેશિયલ કીટ પહેરીને એલિયન જેવા દેખાતા હોય અને એ પણ જરુરી ડીસ્ટન્સ રાખીને વાત કરે , આ એક સિચ્યુએશન કોરોના પેશન્ટ માટે અઘરી બની જાય છે. બાકી કોરોના પોઝીટીવ થયેલા કેટલાય લોકો બચી જ ગયા છે, ૭૦ થી ૮૦ વર્ષના વયસ્કોએ પણ કોરોનાને હરાવ્યો હોય ૯એવા દાખલા છે જ​.

એક પોઝિટિવ અભિગમ એવો પણ રાખી શકાય કે કોરોના સજા કરવા આવ્યો નથી, કોરોના આપણને સબક સાથે સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા આવ્યો છે. કેટલીય સદીઓથી ચાલ્યા આવતાં કેટ્લાય રીતરીવાજો અને જડમાન્યતાઓથી મુક્ત કર​વા આવ્યો છે.
બીજાની તો ખબર નથી પણ આપણા હિન્દુઓમાં જ માણસના મૌત પછીની એની ઉત્તરક્રીયાઓ કેટલી બધી ખર્ચાળ છે.
જાન્યુઆરીથી માર્ચ સુધીમાં મારા પરિવારમાં ચાર વડીલોએ એક્ઝીટ લીધી, દર​વખતે પેલી બારમાની વિધિમાં ખાટલો ભરવાનો રિવાજ મને વ્યથિત કરતો રહ્યો. ફાની દુનિયા છોડી ગયેલ સ્વજનને વૈતરણી પાર કરાવ​વાના નામે દેવું કરતા દીકરાની દશા મને દઝાડતી.
કોરોના આવતા આ કુપ્રથા બંધ થઈ, એમ કહો કોરોનાએ આ એક કામ સારું કર્યુ. લગ્નો ને બીજા મેળાવડાના ખર્ચ પણ ઘટાડ્યા.

મારી બધી જ વાત બરાબર છે એવો કોઈ દાવો કરતો નથી, માત્ર મારો અભિગમ તમારી સાથે વહેંચ્યો છે. તમને જેટલું ઠીક લાગે તે અપનાવો, બાકીનું છોડી દો યા ભૂલી જાવ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s