ગુલામી

આટલી બધી ગુલામી…!!!
હદ છે યાર..
એવું તો કંઈ હોતુ હશે?
ના…ના…તમે તમારા દિલને જ પુછો
દિવસમાં કેટલીવાર આઝાદ છો એવું ફીલ થાય છે??

સવારે ઉઠીને??
ના ના..
સવારે ઉઠતાવેંત તો વોટસએપ જોવું પડે છે, બધાને ગુડમોર્નિંગના મેસેજ ના મોકલું તો કેટલાય સગાવ્હાલાને વાંધો પડી જાય છે કે બસ અમને ભુલી ગયા ને?? સવારે તો હું વોટસએપનો ગુલામ છું.

તો પછી બપોરે જમતી વખતે??
ના ના ભઈ…
જમતી વખતે તો ખાવાના ફોટા પાડવાના હોય જ્..
જો રહી જાય તો ફેસબુક- ઈન્સ્ટા પર શું તંબુરો શેર કરુ??

તો પછી રાત્રે??
ના બાપા ના…
રાત્રે તો બધાના ફેસબુક સ્ટેટ્સ જોવાના હોય્,લાઈક્સ કમેન્ટસ કેટલુંય કામ કરવું પડે . ના કરું તો મારા હાળાઓ તલવાર લઈને બેઠા હોય છે, ક્યારે આપણું ડોકુ કાપી લ્યે કહેવાય નહી.

તો ભાઈ…તું આઝાદ નથી, વોટસએપ ફેસબુકનો ગુલામ છો એમ સીધુ સીધુ કહી દે ને…!

મારી વાત છોડ યાર ….તું તો ફેસબુકે લાંબા લાંબા સ્ટેટસ ચગાવે છે, શું તું ગુલામ નથી??

મારી તો તું વાત જ ના કર. હું તો ઝુકરનો એવો ગુલામ છું કે મને ક્યારેય પેરોલ પર પણ આઝાદી નથી મળતી. કૈક નવું શીખવા જાણવા ને મારા જુના સડી ગયેલા ગંધાતા વિચારોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા અહીં આવેલો, પણ આવીને સાવ ઉલટુ જ થયું.મારે તો લોકો પેંડાની ય છાલ ઉતારે એવા મળ્યા, કૈક લખ્યા પછી એ પોસ્ટની પુરી ૧૦૮ પ્રદક્ષિણા કરવી પડે છે, બધીય બાજુ ફરી ફરીને જોઈ લઊ કે ક્યાંય ટેક્ષ્ચર ખરાબ હોય ને કોઈક છોલઈ તો નહીં જાય ને? રંધો ફેરવી ફેરવીને સુંવાળી કરેલી પોસ્ટમાંય લોકો ઘવાય. કેટલીયવાર વિચાર્યું કે સાલુ બળ્યા વિચારોના વંટોળથી દુર થઈ જાઊ ને સ્ટેન્ડ અપ કોમેડીયન જ બની જાઊ, પણ હમેંશા છોલીને જ ખાનારાઓ હસીમજાકને ય છોલી કાઢે છે.
બોલ થઈને આ મારી બૌધ્ધિક ગુલામી, ઝુકરને બૌ પાપ લાગશે દોસ્તીની આઝાદીના નામે મણ મણ સાંકળો પહેરાવી છે બધાને…!!

મહેરબાની કરીને આ પોસ્ટને કોઈ ના છોલસો. કોરોના આવ્યા પછી એમ પણ મન ખિન્ન રહે છે, એકલી એકલી બબડતી હોઉ છું, હવે આટલી આઝાદી મને કે બીજા કોઈને પણ મળવી જોઈએ કે નહીં? એમ પણ મને લાગે છે ફેસબુક એ સોશ્યલ ડીજીટલ ડાયરી છે, બોલો છે કે નહીં????

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s